Anilkumar Rathwa (Sameer) 28 Feb 2026 ग़ज़ल दुःखद "મૌનનો બોજ" 3719 0 Gujarati :: ગુજરાતી
ફરિયાદ તો ઘણી છે પણ કોને કહું? આ દર્દ અનોખું છે પણ કોને કહું? ચહેરા પર સ્મિતનાં મહોરાં પહેરી રાખ્યા છે, ભીતર રડતું આ હૈયું છે પણ કોને કહું? કિનારે ઊભા રહી બધા ઊંડાઈ માપે છે, વચ્ચે મધદરિયે જે ડૂબવું છે પણ કોને કહું? શબ્દો તો હોઠ સુધી આવીને પાછા વળી ગયા, કહેવું ઘણુંય બાકી છે પણ કોને કહું? દુનિયાની આ ભીડમાં પણ એકલતા લાગે, મારું પોતાનું જ કોઈ નથી પણ કોને કહું?