Anilkumar Rathwa (Sameer) 14 Feb 2026 ग़ज़ल प्यार-महोब्बत "યાદોની કેદમાંથી મુક્તિ" 4335 0 Hindi :: हिंदी
હવે તારી સ્મૃતિની એ, અસર મારે નથી રાખવી, જ્યાં કદર ના હોય મારી, એ ડગર મારે નથી રાખવી. હતી જે દર્દની મોસમ, હવે એને વિદાય આપું, ભીની આ આંખમાં તારી, નજર મારે નથી રાખવી. ઘણુંયે મન મનાવ્યું ને, ઘણુંયે લોહી બાળ્યું છે, હવે આ વ્યર્થ ચિંતાની, ફિકર મારે નથી રાખવી. તને ખોવા નહોતો દેવો, એ વાત હવે ગઈ જૂની, સજાવ્યું’તું જે સપનું, એ નગર મારે નથી રાખવી. ખુદને હવે શોધવો છે મારે, મારી અંદર જ, તારા રસ્તે જતી કોઈ, સફર મારે નથી રાખવી.