Anilkumar Rathwa (Sameer) 12 Apr 2026 ग़ज़ल समाजिक "વર્તમાનની વેળા" 7165 0 Gujarati :: ગુજરાતી
વીતેલી એ કાલની ફિકરમાં મથવાનું છોડ તું, આવનારી કાલના સપને હસવાનું છોડ તું. રેતી બનીને હાથમાંથી સરકી રહ્યો છે વક્ત, વીતેલી એ ક્ષણો પાછળ ભમવાનું છોડ તું. કંડારવા તકદીરને તું મથતો રહ્યો સતત, નિષ્ફળ રહે જો યત્ન તો રડવાનું છોડ તું. આથમ્યો સૂરજ ને સાંજ પડી એનો મલાલ શું? થઈ દીવો અમથું અંધારે બળવાનું છોડ તું. લહેરાઈ જા જગતમાં હવે 'સમીર' થઈને તું, ખુદને જ રોજ અરીસામાં વઢવાનું છોડ તું.