Anilkumar Rathwa (Sameer) 02 Apr 2026 ग़ज़ल समाजिक "સંસ્કારની મૂડી" 3695 0 Gujarati :: ગુજરાતી
તું માને છે કે તારા હાથમાં આખું જગત આવ્યું, ભૂલી ગયો કે માટીનું જ આ પાંજરું સતત આવ્યું. ગજા બહારના ફુગ્ગામાં હવા તેં ખૂબ ભરી દીધી, ખબર નહોતી કે ટાંકણી જેવું એક પતન મફત આવ્યું. હજુ સળગે છે એ પૂતળું, એવું કારમું પતન આવ્યું, ગયો રાવણ ને પાછળ ડાઘ જેવું એક નામ આવ્યું. કરે છે ગર્વ તું ઊંચા અવાજે મહેલ પર બેસી, બિચારા તારા સંસ્કારોના ભાગે મૌન સતત આવ્યું. ભલે હો શૂન્ય પાસે, પણ હૃદય તું સાફ રાખજે, કે વટ વગરનું જીવન જ 'સમીર' હવે અક્ષત આવ્યું.