Anilkumar Rathwa (Sameer) 26 Mar 2026 ग़ज़ल समाजिक "રેતીના મહેલ" 2743 0 Gujarati :: ગુજરાતી
બુલંદી પર જનારા, મૂળનું સન્માન ભૂલે છે, ઉડાન આભમાં ભરે પણ, પગ તળેનું સ્થાન ભૂલે છે. સમયના ચક્રમાં જેની હકુમત ધૂળ થઈ ગઈ છે, છતાં અજ્ઞાન માનવી, કાલનું એ ભાન ભૂલે છે. કરે છે ગર્વ શાને? આ તો રેતીના મહેલ જેવું, પવનના એક લહેરે, સર્વ એ શાન ભૂલે છે. નમીને ચાલનારો, શિખરોને આંબી લે સાચું, જે અક્કડ રહીને ચાલે, એ જ તો મકામ ભૂલે છે. ખબર છે 'સમીર' કે આખરે તો માટીમાં ભળવું છે, છતાં કેમ લોક અહીંયા, આ છેલ્લું સ્મશાન ભૂલે છે?