Anilkumar Rathwa (Sameer) 14 Feb 2026 ग़ज़ल प्यार-महोब्बत પ્રેમ ક્યાં પતે છે? 9121 0 Hindi :: हिंदी
એને એમ કે સાથ છુટી ગયો એટલે પ્રેમ પતી ગયો, ભ્રમ એનો આ હાથ છુટી ગયો એટલે પ્રેમ પતી ગયો. નજરથી દૂર થવું એ તો સમયની એક ચાલ હતી, એ સમજી કે રસ્તો ફંટાઈ ગયો એટલે પ્રેમ પતી ગયો. વરસાદ રોકાયા પછી પણ ભીનાશ તો રહે છે જ ને, ક્યાં વાદળનો સાથ છૂટી ગયો એટલે પ્રેમ પતી ગયો? સંબંધના પાના કદાચ ફાટી ગયા હશે એ કબૂલ, પણ આખી ચોપડીનો સાર પતી ગયો? ના, એ તો હજી જીવંત છે. યાદોના દીવા તો હજીયે ખૂણે ખૂણે બળતા રહે છે, એને કોણ સમજાવે કે સૂરજ આથમી ગયો એટલે પ્રેમ પતી ગયો?