Anilkumar Rathwa (Sameer) 10 Apr 2026 ग़ज़ल समाजिक "પુરુષાર્થની લિપિ" 6155 0 Gujarati :: ગુજરાતી
કઠિન પથ પર અડગ ડગલાં ભરીને જોઈ લે તું પણ, મુસીબતની નજર સાથે નજર મિલાવી લે તું પણ. નથી મંજિલ નસીબોના કોઈ પાનાં પર લખાયેલી, લખાય છે એ પરસેવે, જરા લખી લે તું પણ. રુકાવટ તો ફક્ત પરખે છે તારા લોહીની ગરમી, અગનપથ પર અચળ શ્રદ્ધા ધરીને જોઈ લે તું પણ. હજારો ઠોકરો ખાઈને જે ઊભો થાય છે ફરીથી, ખમીરવંતા એ માનવીની મિશાલ બની લે તું પણ. નથી લાચાર એ આંખો જે સપનાં જોતી હોય છે, પલક પર જીતનું અંજન લગાવી લે તું પણ. ભલે હો આખરી શ્વાસ આ સંઘર્ષની રણભૂમિમાં, કરીને શૂન્યમાંથી સર્જન, દુનિયા જીતી લે તું પણ.