Anilkumar Rathwa (Sameer) 18 Mar 2026 ग़ज़ल समाजिक "હસ્તાક્ષર પુરુષાર્થનો" 3897 0 Gujarati :: ગુજરાતી
હથેળીની લકીરોમાં ક્યાં આખું આભ સમાય છે? જે પરસેવે ન્હાય છે, એનો જ સૂરજ ઊગે છે. નસીબ તો છે માત્ર એક માયાવી મૃગજળ ‘દોસ્ત’, તરસ છિપાવવા અહીં તો પથ્થર પણ ખોદાય છે. કિનારે બેસી રહેવાથી સમંદર ક્યાં વશ થાય છે? ઝંપલાવે જે મધદરિયે, એના જ મોતી પરખાય છે. નથી લખાતું ભાગ્ય કદી વિધાતાની કલમથી જ, પુરુષાર્થના ટાંકણે તો પથ્થર પણ ઈશ્વર દેખાય છે. જેણે સમયના વહેણને રોકવાની હામ ભીડી છે, ઇતિહાસના પાનાઓ પર એનું જ નામ કોતરાય છે.