Anilkumar Rathwa (Sameer) 14 Mar 2026 ग़ज़ल समाजिक 'પુરુષાર્થનો ઉજાસ' 3331 0 Gujarati :: ગુજરાતી
સમયના દર્પણ મહીં મારું સત્ય લહેરાય છે, જે જીવું છું સદા, એ જ મારું રૂપ દેખાય છે. હર પળ એક પ્રશ્ન બનીને આત્મને અથડાય છે, મૌનનો પડછાયો પણ મુજને ઘણું સમજાવે છે. ઘડિયાળના કાંટા મંજિલનું સરનામું નથી દેતા, મારા મક્કમ નિર્ધારથી જ મારો પંથ સર્જાય છે. જે ધૂળમાં મળીને પણ આભને આંબી લે, એ રજ નથી, એની તો પોતીકી ઓળખ ગણાય છે. હસ્તરેખામાં નથી કેદ મારું આખુંય નસીબ, પરસેવાના બિંદુથી જ મારું દરેક સ્વપ્ન જણાય છે. થંભી જવું અહીં હારનો પર્યાય બની જાય છે, બસ, નિરંતર ગતિથી જ મારું નામ અમર થાય છે.