Anilkumar Rathwa (Sameer) 23 Apr 2026 ग़ज़ल प्यार-महोब्बत #Google #Yahoo #Bing 6297 0 Gujarati :: ગુજરાતી
બધાના હોઠ પર સ્મિત લાવવા, મેં મારું મૌન વેચ્યું છે, થઈને જરા નવરો હવે, મારે મને મળવું છે. જગતની દોડમાં દોડ્યો ને હવે હાંફી ગયો છું દોસ્ત, ખુદના જ ખભા પર બેસી, મારે મને મળવું છે. બીજાને ગમવા માટે મેં પહેર્યા છે ઘણા નકાબ, ઉતારી એ બધા ચહેરા, મારે મને મળવું છે. થયો છે પ્રેમ દુનિયાને ફક્ત મારી સફળતાથી, નિષ્ફળતાના ખૂણે જઈ, મારે મને મળવું છે. ક્યાં સુધી પારકી આંખે જોઉં ખુદને હું ઓ ‘સમીર’? લૂછીને કાચ ચશ્માના, હવે મારે મને મળવું છે.