Anilkumar Rathwa (Sameer) 15 Mar 2026 ग़ज़ल समाजिक 'કોશિશ' 4132 0 Gujarati :: ગુજરાતી
જ્યાં માર્ગ સાવ બંધ હોય, ત્યાં એક માર્ગ છે 'કોશિશ', કંઈ ના કરી શકો ભલે, બસ જારી રાખવી 'કોશિશ'. નસીબના ભરોસે બેસી રહેવું એ તો લાચારી છે, ખુદ ભાગ્યને બદલવાની જબરદસ્ત શક્તિ છે 'કોશિશ'. ભલેને મંઝિલ મળે ન મળે, એ તો સમયની વાત છે, પણ હાર્યા વગર લડતા રહેવાની ખુમારી છે 'કોશિશ'. અંધારું ઘેરાયેલું હોય ને દીવો પણ ના મળે ક્યાંય, ત્યારે ભીતરના આત્મવિશ્વાસની એક ચિનગારી છે 'કોશિશ'. 'સમીર' લખશે જ્યારે સફળતાની નવી કોઈ કહાની, ત્યારે કલમ કહેશે કે, એની પાછળ ઊભી હતી 'કોશિશ'.