Join Us:
दिशा-लाइव ग्रुप ने लॉन्च किया नया ब्रांड BizPry - लोकल से ग्लोबल तक 20 मई स्पेशल -इंटरनेट पर कविता कहानी और लेख लिखकर पैसे कमाएं - आपके लिए सबसे बढ़िया मौका साहित्य लाइव की वेबसाइट हुई और अधिक बेहतरीन और एडवांस साहित्य लाइव पर किसी भी तकनीकी सहयोग या अन्य समस्याओं के लिए सम्पर्क करें

"હપ્તે મળતાં સપનાં"

Anilkumar Rathwa (Sameer) 21 Apr 2026 ग़ज़ल समाजिक #Google #Yahoo #Bing 8140 0 Gujarati :: ગુજરાતી

ક્યારેક કરિયર તો ક્યારેક જવાબદારી નડે છે,
મધ્યમ વર્ગને સપનાં પણ હપ્તે હપ્તે જ મળે છે.

​આ લોકલ ટ્રેનની ભીડમાં જે ચહેરો થાકેલો છે,
એ જ માણસ સવારે ઘરનો થાંભલો થઈ નીકળે છે.

​ખિસ્સામાં રાખ્યા છે ગીરવે કેટલાય ઓરતા,
બસ, થોડું કમાઈ લઉં — એ આશાએ દિવસ ઢળે છે.

​દીકરાની ફી ને પિતાની દવા વચ્ચે જે અટવાય છે,
એની આંખમાં જ આખા ઘરની આબરૂ પળે છે.

​પોતાના મોજ-શોખ સમેટી રાખ્યા છે કબાટમાં,
તહેવાર આવે ત્યારે બાળકોના હૈયે એ ખીલે છે.

​સાહેબની એક 'હા' માટે આખું આયખું ઘસાય છે,
ફાઈલોના થપ્પા નીચે લોહી પાણી થઈ ગળે છે.

​હારવાની હિંમત નથી ને જીતવાની ઉતાવળ છે,
આ જ કશ્મકશમાં 'સમીર' આખો જન્મારો કળે છે.

Comments & Reviews

Post a comment

Login to post a comment!

Related Articles

Sahil se poocho kinaro p kya likha h Lekhak se poocho kitabo m kya likha h Kyu dekhte ho tum jamane ki kmiyo ko Are khud s to poocho tumne kya kiya h read more >>
Dil mein jazbaaton ke hua tufan bhi nahin Rahe Pahle se hasin mere mehman bhi nahin Rahe❤️ Ye waqt Na jaane Kahan Le ja Raha hai mujhe Shahar mein is tehzeeb ke kadardaan bhi nahin Rahe❤️ Shauk jagah hai tabiyat mein gule afshani ka Magar mere aangan mein gulistaan bhi nahin Rahe❤️ Umre nadan nikal gayi alvida keh kar mujhe Mujp read more >>
पल भर भी तुम्हें हम अपनी यादों से हटा ना पाए चांदनी चली गई तो घर में शम्मा जला ना पाए💖💖💖 महफिल में जाते हैं तो तेरी याद आती है सनम तेरी read more >>
Join Us: