Anilkumar Rathwa (Sameer) 08 May 2026 ग़ज़ल समाजिक #Google #gujaratipoems#yahoo#bing#gujfest 3708 0 Gujarati :: ગુજરાતી
હકીકતની આ દુનિયામાં, કલ્પનાના રંગ પૂરી જોઈએ, ચાલને આજે ફરી, હસીને થોડું જીવી જોઈએ. પુસ્તકોમાં તો લખ્યું છે જે વીતી ગયું એ બધું, ચાલ, અણલખ્યા ભવિષ્યને નજર ભરી જોઈએ. જ્ઞાનના સીમાડાઓ તો ક્યારનાય બંધાઈ ગયા, આભને અડવા હવે, થોડી ક્ષિતિજ ઉલ્લંઘી જોઈએ. પાંખ વિના પણ ઊડી શકાય છે એ વાત સાચી છે, બસ, ભીતરના એ માણસને જરા ઢંઢોળી જોઈએ. લોકો કહે છે કે 'શક્ય'ની એક ચોક્કસ મર્યાદા છે, ચાલ, 'અશક્ય'ના દરવાજે જઈને ટકોરા મારી જોઈએ.