Anilkumar Rathwa (Sameer) 17 May 2026 ग़ज़ल समाजिक "નિત નવો પ્રવાહ" 2147 0 Gujarati :: ગુજરાતી
ખૂબ સાદું છે આ જીવન, બસ વહ્યા જાવું તમે, કંઈક અખતરા કરો ને, કંઈક કરતા જાવ તમે. એક કોશિશ ના ફળી તો, ક્યાં અહી હારવાનું છે? જે સફળ અખતરો બને, એને વધારતા જાવ તમે. જીત મોટી જો થશે, નકલો નગર આખું કરશે, છોડી એ જૂનો મુકામ, આગળ પ્રસરતા જાવ તમે. ખેલ સાચો એ જ છે કે, નિત નવું શોધતા રહો, રાહ બદલીને ફરી, પાછા પ્રવરતા જાવ તમે. એક પંક્તિ પર કદી અટકે નહીં આખી ગઝલ, નવ-નવા ભાવો તણા, તાણાવાણા વણતા જાવ તમે.