Anilkumar Rathwa (Sameer) 17 May 2026 ग़ज़ल समाजिक "બેલેટનો મર્મ" 2248 0 Gujarati :: ગુજરાતી
બુલેટ કરતાંય આ બેલેટ અનોખો મર્મ દઈ જાશે, સમય બદલાશે ને સત્તા તણો ગર્વ ઓગળી જાશે. નથી કોઈ જરૂરત હવે ઉઠાવવાની હથિયારો, આ આંગળીનો એક જ ટહુકો 'યુગ' પલટાવી જાશે. કહે છે કોણ કે લાચાર છે માનવ જમાનામાં? અવાજો ઊઠશે સાચા તો આ તખ્તોય ડોલી જાશે. નિરંતર સત્યનો ને ન્યાયનો રસ્તો પકડી રાખો, અધર્મની ઊભેલી આ ભવ્ય ઇમારત ધસી જાશે. 'સમીર' આ લોકશાહીનો પવન એવો વહેવાનો, કે ઝૂંપડીના આંગણે પણ સૂર્યનું અજવાળું પથરાઈ જાશે.