Anilkumar Rathwa (Sameer) 17 Apr 2026 ग़ज़ल समाजिक #Google #Yahoo #Bing 6295 0 Gujarati :: ગુજરાતી
અતીતના એ ખંડેરોમાં હવે વસવાટ શા માટે? વ્યર્થ વીતેલી ક્ષણોનો આટલો ઉચાટ શા માટે? નવું આકાશ આંબવા, જરા પાંખો ફેલાવી જો, પછી આ સીમાઓની બાંધવી આ પાળ શા માટે? નસીબની રેખાઓ પણ ઘસાય છે પરિશ્રમથી, લલાટે લેખ છે એવો, વૃથા રજવાટ શા માટે? નવી કેડી કંડારવા જોઈએ બસ એક દ્રઢ નિશ્ચય, પછી આ સાધનોનો આ વૃથા ઠાઠ શા માટે? તું પોતે જ પ્રગટાવ હવે અંતર-અજવાસ 'સમીર', પછી આ પથ મહીં અંધકારનો ફફડાટ શા માટે?