Anilkumar Rathwa (Sameer) 20 Mar 2026 ग़ज़ल समाजिक "અસ્તિત્વનો અરીસો" 3801 0 Gujarati :: ગુજરાતી
ગજા બહારની ઊંચાઈ પણ ક્યારેક તો નડે છે, કે અતિ ઊંચે ચઢેલો સૂરજ પણ સાંજે ઢળે છે. ન રાખો આટલો આગ્રહ કે ‘હું જ સાચો છું’, બહુ ખેંચાયેલા તાંતણા હંમેશા વચ્ચેથી તૂટે છે. ભલે હો ‘દિગ્ગજ’ ગજાના, ભલે હો નામ દુનિયામાં, સમયના વહેણમાં તો પથ્થરો પણ અહીં ઘસાય છે. કિનારે બેસીને લહેરો ગણવી એ તો સહેલું છે, ખરી સ્થિતિ તો મધદરિયે ડૂબ્યા પછી સમજાય છે. નમ્રતા રાખ ‘સમીર’, આ જગતમાં હર કદમ પર, કે મૂળિયાં જેટલાં ઊંડાં, એટલાં જ ફળ મીઠાં મળે છે.