Anilkumar Rathwa (Sameer) 30 Oct 2026 ग़ज़ल प्यार-महोब्बत 226 0 Hindi :: हिंदी
તારી નજરનો જામ પીધો, હોશમાં રહેતો નથી, તારા ઇશ્કનો નશો એવો, દિલ હવે માનતું નથી. તું જરા હસીને જુએ તો ધબકારા તેજ થાય, આવું શું જાદુ છે તારામાં, સમજાતું નથી. તારી ઝુલ્ફોની ઘટામાં ચાંદ ખોવાઈ જાય છે, તારા રૂપ આગળ કંઈ પણ આંખને ગમતું નથી. તું નજીક આવે તો શ્વાસોમાં વીજળી દોડે, તારા સ્પર્શના વિચારથી દિલ શાંત રહેતું નથી. તારા હોઠોની ગુલાબી સાંજમાં ખોવાઉં હું, આ મિલનની કલ્પનાથી મન પાછું ફરતું નથી. તું જરા નામથી બોલાવે તો દુનિયા ભૂલી જાઉં, તારા અવાજનો જાદુ દિલમાંથી ઊતરતો નથી. 'સમીર' પૂછે છે પોતાને, આ કેવો પ્રેમ છે? તું સામે હોય તો સમય ચાલે, દિલ તો ચાલતું નથી.