Anilkumar Rathwa (Sameer) 30 Oct 2026 ग़ज़ल प्यार-महोब्बत #google#bing#chhotaudepur#instagram 256 0 Hindi :: हिंदी
તારી આંખોનો ઇશારો, ઈશ્કની સવાર થઈ જાય, તું હસી દે એક પળ માટે, જિંદગી ગુલઝાર થઈ જાય. તારા હોઠોની હસીમાં ચાંદની ઓગળે એવી, રાત પણ તારા મિલનની મીઠી યાદગાર થઈ જાય. તું નજીક આવે તો શ્વાસોમાં સુગંધો છવાઈ જાય, તું જરા દૂર જાય તો ધડકન પણ બેકરાર થઈ જાય. તારી ઝુલ્ફોની ઘટામાં સાંજને છુપાવી દઉં હું, ચાંદ તારા રૂપનો જોઈને પોતે શરમસાર થઈ જાય. તારી આંખોમાં મને આખું જગત દેખાય એવું, એક નજરના સ્પર્શથી આત્મા પણ પ્યાર થઈ જાય. તને પામું એ જ ઈચ્છા પ્રેમની મર્યાદા નથી, તું ખુશ રહે એટલામાં જીવન તહેવાર થઈ જાય. 'સમીર' તારા પ્રેમનું વર્ણન કરે પણ કઈ રીતે? તું સામે આવી જાય તો શબ્દોનો શણગાર થઈ જાય.