Anilkumar Rathwa (Sameer) 30 Oct 2026 ग़ज़ल प्यार-महोब्बत #google#bing#chhotaudepur#instagram 213 0 Hindi :: हिंदी
તારી આંખોનો નશો આજે પણ ઊતરતો નથી, દિલમાં ઊઠેલો ખુમાર હવે વિખરાતો નથી. તું નથી પાસે, છતાં તારી મહેક છે શ્વાસમાં, આ કેવો ઇશ્ક છે, જે દિલમાંથી સરકતો નથી. તારા હોઠોની હસી યાદ આવે છે એવી, કે પછી કોઈ ચહેરો દિલને ગમતો નથી. તું કોઈની થઈ ગઈ, એ વાત સ્વીકારી લીધી, પણ આ દિલ છે કે તારી યાદથી ફરતું નથી. તારી ગલીમાંથી હવે પસાર થતો નથી, પણ મનનો રસ્તો તારા ઘરેથી વળતો નથી. લોકો કહે છે, સમય દરેક ઘા ભરી દે છે, તારા નામનો ઘા છે, જે કદી રૂઝાતો નથી. 'સમીર' પૂછે છે પોતાને, આ કેવો નશો છે? જેને ભૂલી જવું છે, એ જ ભૂલાતી નથી!