Anilkumar Rathwa (Sameer) 19 Apr 2026 ग़ज़ल समाजिक #Google #Yahoo #Bing 5464 0 Gujarati :: ગુજરાતી
જીવનની આ ઘટમાળમાં ક્યારેક થંભી જવું પડે, વહેતા પવનની જેમ બસ, ક્યાંક વહી જવું પડે. નથી હોતો ઉકેલ હર વખત આ હાથમાં આપણા, આથમતા સૂરજની જેમ ક્યારેક નમી જવું પડે. સીંચ્યું છે લોહીથી જે સપનાઓનું આ ઉપવન, પાનખર આવે જો ત્યાં, તો એને ખમી જવું પડે. જિદ કરવાથી ક્યાં મળે છે મંજિલો હંમેશા? રાહ જોતી આંખને ક્યારેક મીંચી જવું પડે. સંબંધોની એ સાંકળમાં જ્યારે તિરાડો પડે, મૌન રહીને ઘૂંટ કડવા ત્યારે પી જવું પડે.