Anilkumar Rathwa (Sameer) 12 Sep 2026 ग़ज़ल अन्य #google#bing#chhotaudepur#instagram 2967 0 Hindi :: हिंदी
મસ્તક પોતાનું રાખીને, પરવશ બનીને માને નથી, સત્ય સામે આંખો હોવા છતાં, અંતરથી જાણે નથી. લોકપ્રવાહ જે દિશામાં વળે, એ દિશા સાચી ગણે, પોતાની બુદ્ધિની કદી, કિંમત એ ઠાને નથી. આગેવાનના બે બોલને, વેદવાણી સમજે છે, ખોટું શું ને સાચું શું, એ કદી જાણે નથી. ગ્રંથોથી દૂર રહે, પડદો જ જીવન થઈ ગયો, જ્ઞાનની તરસ શું હોય, એ મન કદી જાણે નથી. આંખ ખુલ્લી રાખીને પણ, અંધ પગલે ચાલે છે, પોતાની દિશા ક્યાં છે, એ કદી જાણે નથી. પ્રશ્ન પૂછે જે યુવાન, એને શત્રુ ગણે જગત, સત્યની સામે ઊભા રહેવું, એ કદી ઠાને નથી. સમીર, અહીં સત્ય બોલવું પણ ગુનો ગણાય છે, જે ખોટાને સાચું કહે, એ જ ડાહ્યો ગણાય છે.