Anilkumar Rathwa (Sameer) 25 Apr 2026 ग़ज़ल समाजिक #Google #Yahoo #Bing 13361 0 Gujarati :: ગુજરાતી
ક્યારેક હળવા ફૂલ છે, તો ક્યારેક ઘા કરી જાય છે, આ શબ્દો જ છે જે શ્વાસમાં ધબકાર ભરી જાય છે. નથી હોતું કોઈ શસ્ત્ર કે નથી હોતી કોઈ ધાર એમાં, છતાં મૌન રહીને એ પથ્થરમાં રસ્તા કરી જાય છે. અમસ્તા બોલાયેલા વેણ પણ ઇતિહાસ રચી દે છે, અને લાખો દલીલો અર્થ વગર રેતીમાં વહી જાય છે. જેને મર્મ સમજાય એને તો જિંદગી મળી જાય છે, બાકી કાગળ પર શાહીના ડાઘા રહી જાય છે. તમે કહો છો કે શબ્દોમાં કોઈ ભાર હોતો નથી, જરા પૂછો એને, જેના પર એ ઉધાર રહી જાય છે.