Anilkumar Rathwa (Sameer) 24 Sep 2026 ग़ज़ल प्यार-महोब्बत #google#bing#chhotaudepur#instagram 4542 0 Hindi :: हिंदी
તારા પગલાંએ વસંતનો મંગલરાગ ગાઈ દીધો, હું પાનખરના પર્ણ સમ પવનમાં વિસરાઈ ગયો. ચાંદની પણ ભીની થઈ તારી સ્મૃતિના સ્પર્શથી, હું અશ્રુદીપ પ્રગટાવી રાતભર ઝળહળાઈ ગયો. વિધિએ તારો સ્પર્શ મારી હસ્તરેખામાં લખ્યો નહોતો, તોય પ્રાર્થનાના જપમાં તારાથી જ તરબતર થઈ ગયો. તું સુખના શિખરે ચડતી રહેજે—એ જ દુઆ રાખી, હું વિરહનું વ્રત વરી શાંતિમાં ઘડાઈ ગયો. પ્રેમ શું છે? પૂછો તો એટલું જ કહું નિઃશબ્દ થઈ— પોતાને વિસરાવી કોઈના અસ્તિત્વમાં સમાઈ ગયો. ન મળવાનું પણ કદી કૃપા બની વરસી ગયું, હું ખંડિત થઈને અંતે પૂર્ણતામાં ઢળાઈ ગયો. સમીર, હવે ન ભાગ્યને દોષ, ન સમયને ફરિયાદ છે; તું ન મળી—તો શું થયું? તારી સ્મૃતિમાં હું પૂર્ણ થઈ ગયો.