Anilkumar Rathwa (Sameer) 27 Sep 2026 ग़ज़ल अन्य #google#bing#chhotaudepur#instagram 11088 0 Hindi :: हिंदी
મને ચહેરા બદલવાનો કદી વ્યવહાર નથી ગમતો, દિલમાં ધુમ્મસ રાખી હોઠે ઉજાસ નથી ગમતો. સત્યની કિંમત ચુકવવી પડે તો પણ મંજૂર છે, જૂઠના સિક્કાથી મળતો વિશ્વાસ નથી ગમતો. હાથ ખાલી હોય તોય હૈયું ભરપૂર રાખીશ હું, માત્ર ધનની છાયામાં જીવવાનો શ્વાસ નથી ગમતો. મારી ચુપ્પીને નબળાઈ સમજે તો સમજવા દો, દરેક વાતે ઊંચો થતો અવાજ નથી ગમતો. સંબંધ હોય તો આંખોમાં સ્પષ્ટ દેખાવો જોઈએ, શબ્દોમાં જ અટકેલો એ પ્રેમ ખાસ નથી ગમતો. સમય શીખવે તો ઘા પણ આદરથી સ્વીકારી લઉં, અહંકાર ઓઢીને જીવવાનો વેશ નથી ગમતો. સમીર, માથું નમાવું તો ફક્ત સત્યના દ્વાર પર, ખોટી શાન માટે ઝૂકતો મિજાજ નથી ગમતો.